GOOGLE ADSENSE APPROVAL CHECKER — ELIGIBILITY CRITERIA FOR NEW WEBSITE

Success Technohub
7 min readFeb 18, 2024

--

Google AdSense Approval Checker — એક શિખાઉ બ્લોગર અને વેબસાઈટ ડેવલપર તરીકે, જો તમે તમારા વેબસાઈટ કે બ્લોગને પૈસા કમાતા બ્લોગમાં રૂપાંતરિત કરવા માંગો છો, તો Google Adsense એ નંબર 1 જાહેરાત નેટવર્ક છે જેનો ઉપયોગ તમે તમારા બ્લોગનું monetize કરવા માટે કરી શકો છો.

દરેક નવા બ્લોગર એડસેન્સ વડે તેમના બ્લોગનું મુદ્રીકરણ કરવા માંગે છે અને તેમાંના ઘણા Google Adsense ની કડક નીતિઓને કારણે નિષ્ફળ જાય છે.

આ બધા ની વચ્ચે સારા સમાચાર એ છે કે, જો તમે કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરો છો અને તમારા બ્લોગની શરૂઆતથી જ તમારા બ્લોગને વાસ્તવિક વ્યવસાયની જેમ જાળવી રાખો છો, તો તમને તમારા નવા બ્લોગ સાથે ચોક્કસપણે Google Adsense ની મંજૂરી મળશે.

અહીંયા, હું તમને કેટલીક Google Adsense મંજૂરી માટે ની Tips અને અમુક જાતની આવશ્યક વસ્તુઓ બતાવવા જઈ રહ્યો છું જે તમારે Google Adsense માટે અરજી કરતા પહેલા જરૂર કરવી જોઈએ.

Table of Contents

On-Page SEO Checklist [Theory-Based] Playlist

On-Page SEO Practical Based Playlist

WordPress SEO Playlist

How to Increase Organic Traffic on Website Playlist

Google AdSense Connect With Youtube Channel

How To Setup Google AdSense In Gujarati | Earn Money From Website Monetization

ADSENSE મંજૂરી માટે કેટલો ટ્રાફિક જરૂરી છે? [GOOGLE ADSENSE APPROVAL CHECKER]

AdSense પર લાગુ કરવા માટે કોઈ મિનિમમ આટલું જ ટ્રાફિક હોવું જોઈએ એવું કોઈ માપદંડ નથી. વિઝિટર્સ અને યુઝર્સ ની સંખ્યા Google Adsense મંજૂરીનું પરિબળ નથી. અન્ય જાહેરાત નેટવર્ક્સની જેમ, તેમની પાસે મિનિમમ ટ્રાફિક થ્રેશોલ્ડ નથી કે જે તમારે મેળવવાની જરૂર છે.

ભલે Google કહે છે, કે ટ્રાફિકની સંખ્યા એ Google Adsense મંજૂરીનું પરિબળ નથી, પરંતુ મારા વ્યક્તિગત પ્રયોગ મુજબ, મને લાગે છે કે યોગ્ય અને અમુક ઓર્ગેનિક ટ્રાફિક વેબસાઈટ પર આવવું મહત્વપૂર્ણ છે.

છેવટે, જો તમારી પાસે યોગ્ય પ્રમાણમાં ટ્રાફિક નથી, તો તમે તમારા બ્લોગમાંથી વધુ પૈસા કમાઈ શકશો નહીં.

તેથી, જો તમે શિખાઉ બ્લોગર છો તો હું તમને તમારા બ્લોગ પર લક્ષ્યાંકિત ટ્રાફિક મેળવવા માટે Pinterest નો ઉપયોગ કરવા અને Google તરફથી મફત ઓર્ગેનિક ટ્રાફિક મેળવવા માટે SEO પર કામ કરવાની સલાહ આપું છું.

How to Increase Organic Traffic on Website

https://www.youtube.com/watch?v=SeLOaUDwEIk&list=PLmKJppQDxSd47GlVPt7Tdj23Pa_6jpK1A

Google AdSense માટે અરજી કરતા પહેલા તમારે અહીં આપેલી આટલી બાબતો ધ્યાન માં લેવી અને વેબસાઈટ પર અમલ કરવી જોઈએ.

1 — ઉચ્ચ-ગુણવત્તાવાળાકન્ટેન્ટવેબસાઈટ કે બ્લોગ પર મુકવા.

તમારા બ્લોગને plagiarized articles થી ભરશો નહીં. તમારા target audience માટે કેટલીક અનન્ય, મૂલ્યવાન, આકર્ષક અને ઉચ્ચ-ગુણવત્તાવાળા કન્ટેન્ટ વેબસાઈટ કે બ્લોગ પર મુકવા.

જેમાં 500–600 થી વધુ શબ્દો સાથે ઊંડાણપૂર્વક અને સારી રીતે ઑપ્ટિમાઇઝ કરેલા બ્લોગ પોસ્ટ લખો.

ઉપરાંત, જો તમે Adsense એ પ્રતિબંધિત કરેલી સામગ્રી લખશો તો Adsense તમારી અરજીને મંજૂર કરશે નહીં.

તેથી, તમે Google Adsense માટે અરજી કરતા પહેલા તમારા બ્લોગમાં કેટલીક ઉચ્ચ-ગુણવત્તાવાળા કન્ટેન્ટ કે સામગ્રી છે તેની ખાતરી કરો.

Policies — Google Publisher Restrictionshttps://support.google.com/adsense/answer/10437795?hl=en

2 — તમારી બ્લોગ પોસ્ટને SEO FRIENDLY બનાવો

તમારે મેટા ટાઇટલ અને મેટા ડિસ્ક્રિપ્શન ટેગ સાથે તમારી ઉચ્ચ-ગુણવત્તાવાળી બ્લોગ સામગ્રીને ઑપ્ટિમાઇઝ કરવી જોઈએ.

Google Adsense તમારી સંપૂર્ણ સાઇટને તપાસવા માટે તેના ક્રાઉલર બૉટ્સનો ઉપયોગ કરી શકે છે. કારણ કે Adsense ટીમ માટે વ્યક્તિગત રીતે દરેક વેબસાઈટ ને ચકાસવી અને એડસેન્સ મંજૂરી આપવી અશક્ય બાબત છે. કારણ કે તમે જેવી રીતે વેબસાઈટ મોટાઇટીઝ કરવા માટે અરજી કરી હોય તેવી સેંકડો વેબસાઇટ મુલાકાત લેવી અને તેની સમીક્ષા કરવી શક્ય નથી. માટે આ કામ ગૂગલ એડસેન્સ ના ક્રાઉંલર બોટ્સ કરે છે.

જો તમે વર્ડપ્રેસનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સર્ચ એન્જિન માટે તમારા બ્લોગની સામગ્રીને સરળતાથી ઑપ્ટિમાઇઝ કરવા માટે મફત SEO પ્લગઇન ઇન્સ્ટોલ કરી વેબસાઈટ ઓપ્ટિમાઇઝ કરી શકો છો.

આ સરળ ટિપ્સ તમને Google પર પણ ઉચ્ચ ક્રમાંક આપવામાં મદદ કરી શકે છે.

3 — પૂરતા પ્રમાણ માં બ્લોગ પોસ્ટ લખો.

મને મારી વેબસાઈટ માં માત્ર 7-થી-10 જ ઉચ્ચ ગુણવત્તાવાળી અને ઊંડાણપૂર્વકની બ્લોગ પોસ્ટ સાથે મારી વેબસાઈટ માટે Google Adsenseની મંજૂરી મળી ગઈ હતી..

તેથી બ્લોગ ની કેટલી સંખ્યા હોવી એ વાંધો નથી; જે મહત્વનું છે તે સામગ્રીની ગુણવત્તા છે.

પરંતુ તમે Google Adsense માટે અરજી કરતા પહેલા મિનિમમ 15 જેટલા બ્લોગ પોસ્ટ લખવાનો પ્રયાસ કરો અને ખાતરી કરો કે તમારા બ્લોગમાં દરેક વેબ પેજ પર પૂરતી સામગ્રી છે.

4 — વેબસાઈટ ઉપર આ પેજીસ હોવા જરૂરી છે.

તમે Google Adsense માટે અરજી કરતા પહેલા તમારા બ્લોગ પાસે કેટલાક વેબપેજ હોવા આવશ્યક છે.

જેમ કે about page, privacy policy page and contact page

જો તમે વપરાશકર્તાઓ અને મુલાકાતીઓ પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરો છો તો કોઈપણ દેશ ના કાયદા દ્વારા ગોપનીયતા નીતિ જરૂરી છે, અને જો તમે તમારા બ્લોગ પર Google Adsense જાહેરાતોનો ઉપયોગ કરવા જઈ રહ્યા હોવ તો તે જરૂરી છે.

તમે અહીં આપેલી વેબસાઈટ પર જઈને તમારા વેબસાઈટ માટે privacy પોલિસી પેજ બનાવી શકો છો અને એનો કન્ટેન્ટ તમારી વેબસાઈટ પર મૂકી શકો છો. અને આ પેજ તમારા બ્લોગ ના SEO આરોગ્ય અથવા વેબસાઈટ ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતું નથી.

છેવટે, ગૂગલ પર લાખો ગોપનીયતા નીતિ પેજ છે અને તે લગભગ સમાન છે.

Create Privacy Policy Pagehttps://www.privacypolicygenerator.info/

5 — ખાતરી કરો કે તમે 18+ ની ઉંમર ના છો

Adsense ના નિયમો અને શરતો સ્પષ્ટપણે સૂચિત કરે છે કે તેઓ ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના અરજદારોની અરજીઓ સ્વીકારે છે.

જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો તમે તમારા માતા-પિતા અથવા guardian ને પૂછી શકો છો અને તેમની માહિતીનો ઉપયોગ કરીને Adsense માટે સાઇન અપ કરી શકો છો.

6 — ખાતરી કરો કે તમે કૉપિરાઇટ કરેલી ઇમેજ નો ઉપયોગ કરશો નહીં

જો એડસેન્સ ની ટિમ અથવા ક્રાઉંલર બોટ કૉપિરાઇટ કરેલી સામગ્રીઓ તમારા બ્લોગ્સ માં જોતા હોય તો Adsense તમારા બ્લોગ્સને મંજૂર કરતું નથી.

કદાચ તમે જે-તે વેબસાઈટ ના માલિકની પરવાનગી લીધા વિના કૉપિરાઇટ કરેલી ઇમેજ નો ઉપયોગ કરી રહ્યાં છો. તો ધ્યાનમાં રાખો કે તે ગેરકાયદેસર અને તમારા વ્યવસાય કે વેબસાઈટ માટે હાનિકારક છે.

તેથી, ખાતરી કરો કે તમે પરવાનગી લઈને ઇમેજ નો ઉપયોગ કરી રહ્યાં છો, અથવા તમે તમારા બ્લોગ પર કૉપિરાઇટ મુક્ત ઇમેજ નો ઉપયોગ કરી રહ્યાં છો.

7 — USER-FRIENDLY અને PROFESSIONAL-LOOKING બ્લોગ ડિઝાઇન કરો.

તમારા મુલાકાતીઓને મહત્વપૂર્ણ પેજ શોધવામાં મદદ કરવા માટે તમારે સ્પષ્ટ નેવિગેશન મેનૂ સાથે user-friendly સાઇટ ડિઝાઇન કરવી જોઈએ.

ઉપરાંત, ખાતરી કરો કે તમારો બ્લોગ professional રીતે રચાયેલ છે અને વપરાશકર્તા કે મુલાકાતીઓ ના અનુભવને બહેતર બનાવવા માટે પ્રતિભાવશીલ છે.

જો તમે વર્ડપ્રેસનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે WordPress ની થીમનો ઉપયોગ કરીને પ્રોફેશનલ દેખાતા બ્લોગને સરળતાથી ડિઝાઇન કરી શકો છો.

મારી વેબસાઈટ માટે, હું paid theme નો ઉપયોગ કરું છું, જે Envato Market પર ઉપલબ્ધ જે WordPress થીમ કસ્ટમાઇઝ કરવા માટે સરળ છે.

GOOGLE ADSENSE માટે અરજી કરવા ધ્યાન માં લેવાતી બાબતો.

ઉપર દર્શાવેલ તમામ ટીપ્સને અનુસરીને 6 મહિના સુધી બ્લોગ જાળવી રાખ્યા પછી, તમે Google Adsense માટે અરજી કરી શકો છો અને તમારા નવા બ્લોગ માટે એડસેન્સની મંજૂરી ઝડપથી મેળવી શકો છો.

Adsense માટે અરજી કરવા માટે, Google Adsense ની વેબસાઈટ પર જઈને સાઇન અપ પેજ પર જાઓ અને તમારી વેબસાઇટ વિગતો, સંપર્ક માહિતી વગેરે દાખલ કરીને અરજી કરો.

Google Adsense માટે અરજી કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે તમારું વાસ્તવિક નામ, વાસ્તવિક સરનામું અને સાચા નાણાં મેળવનારના નામનો ઉપયોગ કરી રહ્યાં છો અને સાચી વિગતો ભરો.

GOOGLE ADSENSE મંજૂરી પ્રક્રિયા

એકવાર તમે Google Adsense માટે સાઇન અપ કરી લો, પછી તમારે તમારા બ્લોગમાં Adsense કોડ ઉમેરવાની જરૂર છે. જ્યાં સુધી અંતિમ મંજૂરી ની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તમારી વેબસાઈટ પર જાહેરાતો ની જગ્યા ખાલી-ખાલી દેખાશે. ગૂગલ એડસેન્સ ની ટિમ અને ક્રાઉંલર બોટ્સ અંતિમ સમીક્ષા અને મંજૂરી માટે 1 અથવા 2 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

છેવટે એડસેન્સ મંજૂરી પછી, તમને એક confirmation ઇમેઇલ મળશે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારી વેબસાઇટ “yoursitename.com” હવે Adsense જાહેરાતો બતાવવા માટે તૈયાર છે.

હા, હવે તમે તમારી વેબસાઇટ પર વધુ જાહેરાતો ઉમેરી શકો છો. થોડા કલાકોમાં, તમે જોશો કે તમારી વેબસાઈટ પર relevant જાહેરાતો દેખવાનું શરૂ થાય જશે. અને તમારા Adsense માં માન્ય બ્લોગ અથવા વેબસાઇટ પરથી પૈસા કમાવવાનું તમે શરૂ કરી શકશો.

એકવાર તમારી કમાણી $10 USD સુધી પહોંચી જાય પછી, Adsense તમને તમારા સરનામાં પર એક address verification પિન મોકલશે. જેવો તમને આ પિન મળે એટલે તમે તમારા Adsense એકાઉન્ટમાં લોગિન કરો અને આ PIN દાખલ કરો.

જો અહીંયા સુધી તમારા તમામ સ્ટેપ પૂર્ણ થાય જાય છે તો તમને ખુબ ખુબ અભિનંદન, કારણ કે

તમે Google Adsense મંજૂરી પ્રક્રિયાના તમામ પગલાં પૂર્ણ કરી લીધા છે. એકવાર તમારી કમાણી $100 USD સુધી પહોંચી જાય છે. ત્યારે Google તમને આ રકમ તમારા એડસેન્સ એકાઉન્ટ માં મોકલશે અથવા તમારી કમાણી તમારા બેંક એકાઉન્ટમાં વાયર ટ્રાન્સફર કરશે.

GOOGLE ADSENSE જેવા જ અન્ય વિકલ્પો

શું તમે Google AdSense નો અન્ય વિકલ્પ શોધી રહ્યાં છો?

Monetag, PropellerAds અથવા Media.net અજમાવી જુઓ. તેઓ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ છે, અને તેમની પાસે મોટી સંખ્યામાં જાહેરાતકર્તાઓ પણ છે અને તેમની ચૂકવણી પણ સારી છે.

Google AdSense સેટ અપ કરવું સરળ છે, પરંતુ તમે AdSense માંથી અમુક મર્યાદિત રકમ જ કમાઈ શકો છો.. તેથી, બેનર એડ સ્પેસનું સીધું વેચાણ વધુ નફાકારક બની શકે છે.

હવે તમારો વારો છે. ગૂગલ એડસેન્સ સેટઅપ કરી ને અપ્રુવ કરાવવાનો

મને ખરેખર આશા છે કે તમે આ Google Adsense ની મંજૂરી લેવા ની આ માહિતી નો આનંદ માણ્યો હશે.

જો તમે અહીં આપેલી તમામ ટીપ્સ, Google Adsense ની મંજૂરી મેળવવા માટે પાલન કરો છો અને Adsense માટે અરજી કરો છો, તો મને ખાતરી છે કે Google તમારા Adsense એકાઉન્ટને મંજૂરી આપશે.

--

--